અમરેલી

સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હિરાણીને પ્રાપ્ત થયાં ગૌરવવંતા હોદા

સાવરકુંડલા શહેર માટે ગોરવ લેવા જેવા સમાચાર.. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણીને તેની કાર્યનિષ્ઠા અને પ્રમાણિકતાને ધ્યાને લઈને પ્રાપ્ત થયાં ગૌરવવંતા હોદા. 

દેશની નેશનલ લેવલની ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સંસ્થા Consumer Confederation of india  ‘CCI’માં વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત તરીકે નિમણૂંક થયેલ છે આવાં મહત્વપૂર્ણ હોદા પ્રાપ્ત થતાં શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના લોકો માટે આનંદ અને ગૌરવની લાગણીના સમાચાર છે. તાજેતરમાં શ્રી રમેશભાઇ હીરાણી સાહેબને પોતાની કાર્યકુશળતા અને નિષ્ઠા ,પ્રામાણિકતાને ધ્યાનમાં લઈ નીચે મુજબના હોદ્દા માનનીયશ્રી કલેકટર સાહેબ અને દિલ્હી દ્વારા મળેલ છે જે સમગ્ર સાવરકુંડલા તાલુકા માટે પણ ગૌરવપ્રદ ઘટના છે C.C.I.દીલ્લી ફેડરેશનમાં ‘વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત’નું પદ આપેલ છે અમરેલી જિલ્લા કલેકટરશ્રી દ્વારા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

તેમજ અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ ‘ફૂડ એડલ્ટ્રેશન કમિટીમાં સભ્ય તરીકે નિમણૂંક કરી છે.

Related Posts