ભણવા માટે ઊંમરના સીમાડા નડતા નથી ત્યાં એઈજ ઈઝ જસ્ટ એ નંબર. જરૂરી છે બર્નિંગ ડિઝાયર. જહાં ચાહ હૈ વહાં રાહ હૈ. જરૂર છે દ્રઢ ઈચ્છા શક્તિની. પંચાવન વર્ષની ઊંમરે હિમતનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પ્રિતીબેન પ્રમોદરાય પંડ્યા રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે પ્રમુખ પદની સાથે ઉમદા સામાજીક કાર્યની વ્યસ્તતા સાથે એલએલએમ ક્રિમીનોલોજીમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવી મહામહીમ્ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સૂવર્ણચંન્દ્રક પ્રાપ્ત કરી સમસ્ત નારી જાતિ સહીત સાબરકાંઠા હિમતનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પ્રિતીબેને મેળવેલ આ સિદ્ધિ બદલ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીએ હિંમતનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પ્રિતીબેન પ્રમોદરાય પંડ્યાને તેની સિધ્ધિ બદલ બિરદાવ્યાં

Recent Comments