fbpx
અમરેલી

સાવરકુંડલા ચાંપરાજબાપુની જગ્યા ખાતે પૂજ્ય દાનબાપુનો થાળ રાખવામાં આવ્યો.

સાવરકુંડલા શહેરની મધ્યમાં ઝીઝુંડા ગેઈટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ ચાંપરાજબાપુની જગ્યા ખાતે આવેલ પરમ પૂજ્ય દાનબાપુના મંદિર ખાતે દાનબાપુની જગ્યાના મહંત બાપલુબાપુ અને દાનેવ સેવા સમિતિ તેમજ સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા પરમ પૂજય દાનબાપુનો થાળ મહાવદ અમાસના દિવસે રાખવામાં આવ્યો હતો આ તકે દાનેવધામ ચલાલાના મહંત પૂજ્ય વલકુબાપુ, સૂરજદેવળ જગ્યાના મહંત ધર્મભૂષણ શાંતિદાસબાપુ, તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટીઓ વગેરે દેહાણની જગ્યાઓના સંતો મહંતો આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા થાળ પ્રસંગે ધ્વજારોહણ, દાનબાપુનું પૂજન અર્ચન, થાળ, મહાઆરતી, ધર્મસભા, સંત મિલન, મહાપ્રસાદ વગેરે ધાર્મીક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

આ તકે અમરેલી જીલ્લા કાઠી સમાજના અગ્રણી અશોકભાઈ ખુમાણ ઠવી, મોટાઝીઝુડા પૂર્વસરપંચ ભાભલુભાઈ ખુમાણ, એડવોકેટ ઉમેદભાઈ ખાચર અમરેલી, ઉપેન્દ્રભાઈ વાળા મીઠાપુર, હેમાળ પૂર્વ સરપંચ મયલુભાઈ ખુમાણ, કનુબાપુ ખુમાણ સાવરકુંડલા, ચાંદગઢ સેવા સહકારી મંડળીના પ્રમુખ દાદભાઈ ધાધલ, તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય મનુભાઈ ભીંસરીયા, જીલ્લા પંચાયત પૂર્વ ચેરમેન નિર્મળભાઈ ખુમાણ, નજુભાઈ ખુમાણ જાબાળ, ભયલુભાઈ ખુમાણ જાબાળ, અશોકભાઈ ખુમાણ ક્રાંકચ, અશોકભાઈ ધાધલ કાતર, રામકુંભાઈ ધાખડા રાજુલા, સુરેશભાઈ વાળા ઇશ્વરીયા, રાજુલા નાગરિક બેંક પૂર્વચેરમેન બાબમામા કોટીલા, વિક્રમભાઈ ખુમાણ જીરા, ભરતભાઈ ગીડા, અમરેલી જીલ્લા શિક્ષણ સંઘ પ્રમુખ મહેન્દ્રભાઈ વિછીયા, જીતુભાઈ ખાચર, અનુભાઈ ખાચર તેમજ ચાંપરાજબાપુની જગ્યા વિસ્તારના અમીતગીરી ગોસ્વામી, અલ્પેશ કારીયા, નિલાબાપુ, દિલીપભાઈ ડોડીયા વગેરેએ દાનબાપુની જગ્યાના મહંત બાપલુબાપુનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts