અમરેલી

સાવરકુંડલા જલારામ મંદિર એટલે રમુદાદાને પણ જય જલારામ કહેવાનું પવિત્ર સ્થાન. 

“માનવસેવા એજ પ્રભ સેવા”ને માનનારા શ્રી રમુદાદાનો જન્મ ઈ.સ.૧૯૩૭ માં પોષ વદ આઠમના રોજ સાવરકુંડલામાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કાનજીભાઈ માધવાણી અને માતાશ્રીનું નામ દિવાળીબેન હતું. તેમને વારસામાં માતા-પિતા પાસેથી ઉચ્ચસંસ્કારોનું સિંચન થયું હતું. તેમને બાળપણથી જ સાધુ-સંતોની સેવા કરવી ગમતી હતી. તેઓ વિદ્યાર્થીકાળ દરમ્યાન મિત્રોને લઈ ગામના તમામ દેવસ્થાનોના દર્શને જતા હતા.

રમુદાદા જસવંતરાય માધવાણીવાળી દુકાનમાં કરિયાણા અને ફરસાણનો વ્યવસાય સંભાળતા હતા. તેઓએ પહેલા દુકાનના ઉપરના ભાગમાં સંતશ્રી જલારામબાપાના મંદિરની સ્થાપના કરી હતી. તેમને વ્યવસાયમાં કોઈ રસ ન હતો. તેઓ મોટાભાગનો સમય રોવા-પૂજા અને ઈશ્વર સ્મરણમાં પસાર કરતાં હતા. તેઓ સંતશ્રી જલારામબાપાના મંદિર તરફથી સાધુ સંતોને ભાવથી ખમણ ખવરાવતાં અને સત્સંગ કરતાં.

રમુદાદા યુવાવસ્થામાં પ્રવેશતા જ માતા-પિતા અને પરિવારના સભ્યોને નકકી કહ્યું કે, તેમના લગ્ન કરી દેવામાં આવે તો સાંસારિક જવાબદારીઓમાં પડી જશે એટલે આપો આપ સુધરી જશે. પણ તેઓએ લગ્ન ન કર્યા. તેમણે આજીવન દીનઃદુખી અને અભ્યાગતોની સેવા કરવાનો નિશ્ચય કર્યો.

રમુદાદાએ સને ૧૯૯૧ માં હાલનું સંતશ્રી જલારામબાપાના મંદિરનું નિર્માણ કાર્યની શરૂઆતથી અંત સુધી અવિરત સેવાઓ આપી. તેઓએ સંતશ્રી જલારામબાપાના મંદિરની સ્થાપના કાળથી જ આરતી અને સેવા-પૂજા કરતા. તેઓ સવારે ભૂખ્યાં રહીને સૌપ્રથમ ગાયોને રજકો અને કૂતરાને રોટલો આપતાં. તેમના સુંદર પ્રયત્નોથી હાલમાં સાવરકુંડલામાં આવેલું સંતશ્રી જલારામબાપાનું મંદિર એ આસ્થાનું કેન્દ્ર બની રહયું છે. તેમણે રઘુવંશી સમાજ સહિતના તમામ સમાજના લોકોમાં સંતશ્રી જલારામબાપાનાં ઉપદેશનો ફેલાવો કર્યો, જેના કારણે દરેક સમાજના લોકોમાં આત્મીયતા અને સુંદર સંસ્કારોનું ઘડતર થયું. તેમની ભગવદ્—મતિ, સેવા-પૂજા અને જીવ પ્રાણી પ્રત્યેની વાતો ગામો-ગામ ફેલાવા લાગી. રમુદાદાએ સંતશ્રી જલારામબાપા અને શ્રી વિરબાઈમાં નો ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ નો સિધ્ધાંત ચરિતાર્થ કર્યો હતો. તેઓ દર શનિવારે ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખતા. તેઓ સંતશ્રી જલારામબાપાના જીવનપ્રસંગો જણાવતાં રડી પડતાં. તેઓ મહિનાઓ અગાઉ રામનવમી અને સંતશ્રી જલારામબાપાની જન્મજયંતિની ઉજવણીની કામગીરીમાં લાગી જતાં— આવો હતો તેમનો પ્રભ પ્રત્યેનો અદમ્ય ઉત્સાહ….!

રમુદાદાએ થથાશકિત આર્થિક સહયોગ આપી રઘુવંશી સમાજને ચાર વખત જ્ઞાતી ભોજન કરાવ્યું હતું. તેઓ શિક્ષણને સંસ્કારનું માધ્યમ માનતા જેથી અવાર-નવાર ‘લોહાણા વિદ્યાર્થી ગૃહ’ માં વિદ્યાર્થી સન્માન સમારંભમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં. રમુદાદાએ કુંભમેળો, અર્થ કુંભમેળા અને ચાર ધામની યાત્રા કરી હતી. આ ઉપરાંત સાવરકુંડલાથી વિરપુર સંતશ્રી જલારામમંદિરના દર્શન માટે સંઘ લઈ જઈ ૧૯ વખત યાત્રા કરી હતી અને અનેકના જીવનને ભગવદ્ ભકિતથી ભરી દીધાં હતા. રમુદાદાને શ્રી જલારામબાપાના મંદિરની સેવા-પૂજામાં હિંમતભાઈ સોમૈયાએ સારો એવો સહયોગ આપેલ છે. રમુદાદાને બિરદાવતા શ્રી પ્રવિણભાઈ જોબનપુત્રા એ કહયું હતું કે ‘પરહિત માટે સેવામાં તત્પર રહેનાર રમુદાદા હંમેશા દરેક લોકોને પ્રેરણા આપતા રહેશે.

રમુદાદાની પ્રેરણાથી હાલ સાવરકુંડલામાં ‘શ્રી વિરબાઈમાં ટીફીન સેવા’ ચાલી રહી છે. જેમાં ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે જેમાં શ્રી દકાભાઈ મજીઠિયા, શ્રી હરેશભાઈ કંડલીયા, શ્રી પિયષભાઈ મશરૂ, શ્રી અરવિંદભાઈ મજીઠીયા, શ્રી મુકેશભાઈ  કોટક અને સમગ્ર ટીમ સુંદર કામગીરી કરે છે. આ ઉપરાંત રમદાદાની પ્રેરણાથી સંતશ્રી જલારામબાપાના મંદિરે દર ગુરૂવારે સાંજે કઢી-ખીચડી, શાક-રોટલીનું ભોજન કોઈપણ નાત-જાત, ધર્મ-પંથના ભેદભાવ વિના ૪૦૦ માણસો ભાવથી ભોજન લે છે. જેમાં શ્રી જસાભાઈ સરૈયા અમે શ્રી પરેશભાઈ કોટકની ટીમ સુંદર કામગીરી કરે છે. તેમના પ્રોત્સાહનથી પાણીનું પરબ”નું પણ નિર્માણ થયેલ છે.

હાલ, રમુદાદા વયોવૃધ્ધ અવસ્થામાં પણ નિયમિત ઈશ્વર-સ્મરણમાં જીવન

વ્યતિત કરી રહયા છે.

— પ્રસ્તુતિ શ્રી મનિષભાઈ બી. વિંઝુડા, સાવરકુંડલા.

Related Posts