સાવરકુંડલા જેસર રોડ ગુરુકળમાં વ્યનમુક્તિ કાર્યક્રમ હેઠળ નિંબધ સ્પર્ધા યોજાઈ.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત આરોગ્ય વિભાગ સાવરકુંડલા દ્વારા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા સ્વામિનારાયણ વિદ્યાલય હાઈસ્કૂલ ધોરણ ૯ અને ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓમાં તમાકુંથી આરોગ્યને થતાં નુકસાન અંતર્ગત જાગૃતિ લાવવા માટે શાળામાં નીંબધ સ્પર્ધા યોજવામાં આવી. સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસર ડો. સવટ તથા ડો. જિજ્ઞાબેન પટેલ દ્વારા આજે નીંબંધ સ્પર્ધા લઈ ત્વરિત પરિણામ જાહેર કરવામાં આવેલા જેમાં પ્રથમ દાવડા વત્સલ, દ્વિતીય ખુમાણ દેવ્યાંશી અને તૃતીય ભરખડા વિશ્વા ને ઈનામો આપવામાં આવેલ આ સ્પર્ધા માટે શાળાનાં ભાષા શિક્ષક તૃપ્તિબેન રાવલ, કૌશિકભાઇ ગોસ્વામી, વેકરીયા સાહેબ અને શાળા નાં આચાર્ય ગિરીશભાઇ વ્યાસનો સહયોગ તથા ગુરુકુળ સંસ્થાના પૂજ્ય સંતોના આશીર્વાદ મળેલ હતાં.
Recent Comments