અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસે નિરાધાર બાળકને તેના વાલી-વારસ શોધીને સોંપી દીધો

ગઇ તા. ર1/06/ર0ર1ના રોજ સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. વિસ્‍તારમાંથી એક બાળક તેના મા-બાપથી વીખુટુ પડેલ મળી આવેલ હોય તે બાળક જે તે સમયે પોતાનું નામ આઝાદ અને તેના બાપુજીનું નામ અનવરભાઇ તથા રાજુભાઇ એમ અલગ અલગ જણાવતુ હોય અને બાળક ગભરાયેલ હોય જે તે સમયે પોલીસ સ્‍ટેશનના ચાઇલ્‍ડ વેલ્‍ફર ઓફીસર મારફતે નીયમોનુસાર ચેરમેન ચીલ્‍ડ્રન હોમ, અમરેલીને રીપોર્ટ કરી બાળક સોંપી આપેલ.

આજરોજ ફરી એકવાર બાળકને તેના વાલી વારસ સાથે મીલન કરાવવાની નેમ સાથે અમરેલી ચીલ્‍ડ્રન હોમ ખાતેથી બાળકનો કબ્‍જો મેળવી બાળકને સાવરકુંડલા ટાઉન વિસ્‍તારમાં બાળકની જાણીતી અલગ અલગ જગ્‍યાએ સાથે રાખી બાળકને અનુકુળ આવે તે રીતે તેની સાથે વર્તન કરી પૂછપરછ કરતા પોતાના પ્રથમ પિતા રાજુભાઇ અને માતા કંચનબેન હોય તેમજ પછીના પિતા અનવરભાઇ સાથે તેની માતા રહેતી હોય અને ભીક્ષાવૃતિ કરતા હોય તેનો પિતા રાજુ કલોલ તથા ગાંધીનગર ભંગારની ફેરી કરતો હોય તેવી હકીકત મળેલ અને બાળકની ભાષા ગાંધીનગર આજુબાજુના દેવીપૂજક સમાજની બોલી સાથે મળતી હોય જેથી પોલીસ કંટ્રોલ રૂમગાંધીનગર ખાતે બાળકના વર્ણનવાળી વર્ધી લખાવી ગાંધીનગર જિલ્‍લાના તમામ પોલીસ સ્‍ટેશનને માહીતગાર કરવા જણાવતા સદરહુ બાળક ગાંધીનગર સેકટર-ર1 પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર ખાતેથી તા. 17/06/ર0ર1 ના રોજ ગુમ/અપહરણની ફરિયાદ દાખલ હોય જે બાળકને તેના વાલી વારસ સુધી પહોંચાડવામાં સાવરકુંડલા ટાઉન પોલીસને સફળતા મળેલ છે.

Follow Me:

Related Posts