મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ તથા સાવરકુંડલા ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફ્ળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રી એસ.એમ.સોની સાહેબ તથા પો.સ.ઇ, શ્રી પી.એમ.સીસોદીયા સોહબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલાના જેસર રોડ, દાસી જીવણ સોસાયટીમાંથી એક ઇસમને પ્રોહીબીશન લગત મુદ્દામાલ સાથે પકડી પાડી, મજકુર ઇસમ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડાયેલ આરોપીની વિગત :
કિશનભાઇ મનુભાઇ સોસા ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.સાવરકુંડલા, જેસરરોડ, દાસીજીવણ સોસાયટી જી.અમરેલી * પકડાયેલ મુદ્દામાલની વિગત :
ભારતીય બનાવટની વિદેશી દારૂની BAGPIPER DELUXE WHISKY FOR SALE IN U.T. OF DADRA AND NAGAR AND DAMAN AND DIU ONLY લેખલ 750 એમ.એલ. ની કંપની રીંગપેક કાચની બોટલ નંગ-૦૬ કુલ કી.રૂ.૨૧૦૦/-
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા પો.સ.ઇ. પી.એમ.સીસોદીયા સાહેબ તથા અના.એ.એસ.આઇ એચ.પી.ગોહિલ પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. વનરાજભાઇ ગભાભાઇ,પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ, દ્રારા કરવામાં આવેલ છે.
Recent Comments