સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં હાથસણી રોડ ઉર્વશી ની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ની ટીમ
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં હાથસણી રોડ ઉર્વશી ની વાડી પાસેથી જાહેરમાં ગંજી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૧,૨૬,૦૦૮/- તથા ગંજી પત્તના પાના નંગ-પર – કી.રૂ.૦૦/- સાથે પકડી પાડી, મજકુર પાંચેય ઇસમ વિરુદ્ધ માં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,
-: પકડાયેલ આરોપીની વિગત :-
(૧) દામજીભાઇ ઉકાભાઇ સોલંકી ઉ.વ.૪૮ ધંધો મજુરી, રહે,સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશી ની
વાડી પાસે જી.અમરેલી
(૨) અશોકભાઇ પરશોત્તમભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો ખેતમજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી, હનુમાન મંદિર પાસે જી.અમરેલી (૩)બાવસંગભાઇ બચુભાઇ ચુડાસમા ઉ.વ.૪૫ ધંધો મજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશીની
વાડી પાસે જી.અમરેલી
(૪) કાનાભાઇ માયાભાઇ પરમાર ઉ.વ. ૪૦ ધંધો મજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશીની
વાડી પાસે જી.અમરેલી (૫) સંજયભાઇ ઉર્ફે લાંબો કાનાભાઇ સોલંકી ઉ.વ.૨૯ ધંધો.મજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશી ની વાડી પાસે જી.અમરેલી
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા અના.એ.એસ.આઇ એચ.પી.ગોહિલ, અના.એ.એસ.આઇ કે.બી.ગઢવી, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. વનરાજભાઇ ગભાભાઇ, પો. કોન્સ ધર્મેશભાઇ વશરામભાઇ, પો.કોન્સ. વીજુભાઇ કુંભાભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
યશપાલ વ્યાસ – સાવરકુંડલા
Recent Comments