સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તહેવારોને અનુલક્ષીને સાવરકુંડલા ટાઉન પી આઈ શ્રી સોની સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક માં સોની સાહેબ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી તથા આ બેઠકમાં મૂખ્ય બે વિષયો રહ્યા હતા જેમાં નદી બજારમાં શાક માર્કેટ તથા ટ્રાફિક નો પ્રશ્ન તથા તહેવારો દરમ્યાન રાત્રે મોડે સુધી વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવા બાબતે ચર્ચા થઈ હતી
જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા તથા ન.પા. ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ દ્વારા વહેલી તકે શાકમાર્કેટ નો તથા ટ્રાફિક નો પ્રશ્ન હલ કરવા પર ચર્ચા થઈ હતી.
દિવાળી તથા નવરાત્રી તહેવારો વેપારીઓને મોડે સુધી દુકાન ખુલ્લી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી થી દિવાળી સુધી સરકાર શ્રી અલગથી જાહેરનામું બહાર પાડે છે તે અન્વયે વેપારીઓને મોડે સુધી દુકાન ખુલ્લી રાખવા માટે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ સંગઠન મંત્રી /મહામંત્રી શહેર ભાજપનાં રાજુભાઈ નાગ્રેચા દ્વારા રજૂઆત કરવામાં આવી
Recent Comments