સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં E-FIR દ્વારા દાખલ થયેલ મોટર સાઇકલ ચોરીના ગુન્હામાં એક ઇસમને ચોરીમાં ગયેલ મોટર સાઇકલ સાથે પકડી પાડી અન્ડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં E-FIR થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જીલ્લાઓમાં બનતા મિલકત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં E-FIR થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જીલ્લામાં બનતા મિલકત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.જી.ગોહિલ સાહેબનાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સાવરકુંડલા ડીવીઝનમાં બનતા મિલકત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ-એફ.આઇ.આર નં.-૧૧૧૯૩૦૫૨૨૩૦૪૦૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ ટી.વી.એસ. કંપનીનુ એકસેલ મોટર સાઇકલ જેના આર.ટી.ઓ. રજી.નં.GJ-14 AL-1443 સાથે એક ઇસમ ચોકકસ બાતમી આધારે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડાયેલ આરોપીની વિગત :
(૧) અલ્તાફભાઇ ઉર્ફ ટકો ઉસ્માનભાઇ ઝાંખરા ઉ.વ.૨૭ ધંધો. મજુરી રહે.સા.કુંડલા મારૂતીનગર જી.અમરેલી
કબ્જે કરેલ મુદામાલની વિગત :
કાળા કલરનુ ટી.વી.એસ. કંપનીનુ એકસેલ મોટર સાઇકલ જેના આર.ટી.ઓ.રજી. નં. GJ-14 AL-1443 નુ કી.રૂ.૨૫૦૦૦/-
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ. હિંગળાજસિંહ પ્રધ્યુમનસિંહ, હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ જીવરાજભાઇ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments