સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ મહિલા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૪૦૦૩૩/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૬૪(એ), ૩૮૯ ૧૭૦, ૧૨૦બી, ૫૦૪, ૫૦૬(૨) મુજબના કામના મહિલા આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ૯ માસથી નાસતા ફરતા હોય, મજકુર લીસ્ટેડ મહિલા આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. → પકડાયેલ આરોપીની વિગતઃ- આરતીબેન વા./ઓ. દિપકભાઇ પાઠક તે ડો./ઓ. શ્રવણભાઇ શકારામ મોરે, ઉ.વ.૨૫, રહે.સુરત, ઉધના, વેસ્તાન, સીધ્ધાર્થનગર, મકાન નંબર એ-૨/, તા.જિ.સુરત. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, અજયભાઇ સોલંકી, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, હરેશભાઇ કુંવારદાસ, હિનાબેન મેવાડા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments