મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણ
તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ
સાહેબનાઓએ જીલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં તેમજ જરૂરી કાર્યવાહી કરવા સુચના
આપેલ હોય. જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં બનતા અપહરણ તથા
પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ નં. ૧૧૧ ૯૩૦ ૫૨૨૩ ૦૧૩૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન) તથા
પોકસો એકટ કલમ ૪,૬,૮,૧૭,૧૮ મુજબના ગુન્હાના કામનો મુખ્ય આરોપી ફરીયાદીની સગીર વયની દિકરી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે
કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે ગુન્હાના આરોપી તથા સહઆરોપી ને પકડી પાડવાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ
ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હાના
આરોપીને ચોક્ક્સ બાતમી આધારે આરોપીઓ તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં આરોપીઓ તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં શોધી કાઢયા

Recent Comments