અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના શિવાજીનગર વિસ્તારમાંથી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પતા-પ્રેમીઓને પકડ્યા

રૂ.૧૧૪૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે
સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તથા
સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી
જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન
પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્ક્સ બાતમી આધારે સાવરકુંડલાના શિવાજીનગર શેરી નં.-૫ જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા
રૂ.૧૧૪૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં
આવેલ છે.
 પકડાયેલ આરોપીની વિગત :
(૧) મહેશભાઇ દેવશંકરભાઇ તેરૈયા ઉ.વ.૪૦ ધંધો.હિરાઘસવાનો રહે.સાવરકુંડલા,શીવાજીનગર શેરી નં.-૦૫ જી.અમરેલી
(૨) મનસુખભાઇ દેવશીભાઇ લુણી ઉ.વ.૪૫ ધંધો.હોટલ રહે.સાવરકુંડલા,ઉતાવળા હનુમાનજી પાસે જી.અમરેલી
(૩) સુરેશભાઇ કડવાભાઇ પાનસુરીયા ઉ.વ.૫૦ ધંધો.ખેતી રહે.સાવરકુંડલા,નેસડીરોડ પરિમલ સોસાયટી પાંણીના ટાંકા
પાસે જી.અમરેલી
(૪) રવિભાઇ ભાનુશંકરભાઇ પંડયા ઉ.વ.૫૦ ધંધો.રસોઇ રહે.સાવરકુંડલા,જલારામબાપાના મંદીરે જી.અમરેલી
(૫) જગદિશભાઇ વાલજીભાઇ બોસમીયા ઉ.વ.૪૧ ધંધો.વેપાર રહે.સાવરકુંડલા આઝાચોક જી.અમરેલી
(૬) લાલાભાઇ ગેલાભાઇ સિંધવ ઉ.વ.૪૦ ધંધો.હીરાઘસવાનો રહે.સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી પાસે જી.અમરેલી
 પકડાયેલ મુદ્દામાલની વિગત :
(૧) રોકડા રૂ. ૧૧૪૩૦/-
(૨) ગંજી પત્તાના પાના નંગ-૫૨ કિં.રૂ. ૦૦/૦૦

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ. હિંગળાજસિંહ પ્રધ્યુમનસિંહ, પો.કોન્સ. જીતુભાઇ
ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે.

Related Posts