fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલકત સંબંધિત ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપી પકડી પાડી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક  હિમકરસિંહ નાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડી આરોપી વિરૂધ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧ ૯૩૦ ૫૨૨૩ ૦૨૧૭/૨૦૨૩ IPC કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી),૫૦૪,૫૦૬(૨) તથા ઇનામી ચીટ અને નાણા પરીચલન યોજના પ્રતીબંધ (ગુજરાત G.H.N.22) M.I.S.1020161049.N તા.૧૨/૦૬/૨૦૧૭ અધિનિયમ કલમ–૦૩ તથા ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એક્ટ ૨૦૦૩ની કલમ-૦૩ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત :
 (૧)   હિરેનભાઇ નરેશભાઇ વનરા C/O મંજુલાબેન દિનેશભાઈ પરમાર ઉ.વ.૪૩ ધંધો.વેપાર રહે.અમદાવાદ, રામદેવનગર, આનંદનગર રોડ, સેટેલાઈટ તા.જી.અમદાવાદ
 (૨)   પ્રશાંતભાઇ નરેશભાઇ વનરા ઉ.વ.૪૦ ધંધો.લુહારીકામ રહે.સાવરકુંડલા, પારેખવાડી તા.સાવરકુંડલા જી.અમરેલી
ગુન્હાની ટૂંક વિગત :
                 આ કામના આરોપીઓએ સુરભી ગ્રુપ મેજીક બમ્પર ડ્રો નામથી ઇનામી સ્કિમ ચલાવી પત્રિકાઓ, બુકલેટો તેમજ અન્ય સાહિત્ય મારફત લોભામણી જાહેરાતો પ્રલોભનો આપી સુરભી ગ્રુપની અલગ અલગ યોજના એમરાલ્ડ યોજના, ટ્વેન્ટી ટ્વેન્ટી, સ્ટાર યોજના, અર્જુન-૭ યોજના, રૂબી યોજના નામે ઇનામી સ્કિમો ચલાવતા જેમા ફરીયાદીએ અલગ અલગ ઇનામી સ્કિમમાં કુલ રૂ.૮૩,૧૫૦/- રોકેલ તથા અન્ય વ્યક્તિઓએ પણ ઇનામી ડ્રોની સ્કિમમાં નાણા રોકેલ હોય જેમા આરોપીઓએ રેગ્યુલર ડ્રો નહી કરી બાદ ઓફીસ બંધ કરી જતા રહેલ અને ફરીયાદી તથા સાહેદોને ઇનામી સ્કિમમાં રોકાણ કરેલ રકમ સ્કિમ પુર્ણ થયે નાણા પરત કરવા વિશ્વાસ આપેલ પરંતુ નાણા પરત નહી કરી ઇનામી ચીટ કરી તેમજ છેતરપિંડી વિશ્વાસઘાત કરી તેમજ ફરીયાદીએ ઇનામી ડ્રોમાં રોકેલ નાણા બાબતે પુંછતા આરોપીઓએ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ગુન્હાહીત કાવતરુ રચી ગુન્હો આચરેલ હોય તથા આવી જ રીતે અન્ય ઇનામી સ્કિમો ચલાવી સામાન્ય જનતાને ભોળવી પ્રલોભનો આપી ઇનામી સ્કિમોની ટીકીટો વેંચી મોટા પ્રમાણમાં ઇનામી ચીટ કર્યાનું તપાસમાં જણાય આવે છે તેમજ અન્ય વ્યક્તિઓના ઇનામી સ્કિમમાં ચિટીંગ થયેલ નાણા આસરે રૂ.૨૨,000,00/- (બાવિસ લાખ) જેવી રકમનો આંકડો બહાર આવેલ છે, આ કામે હજુ વધુ બહોળી સંખ્યામાં વ્યક્તિઓ સુરભી ગ્રુપની ઇનામી સ્કિમમાં જોડાયેલા હતા જેથી ઇનામી ચિટનો આંકડો વધે તેવી શક્યતા રહેલ હોય જેથી આરોપીને વધુ પોલીસ કસ્ટડીની જરૂરીયાત હોવાથી આ બાબતે આરોપીના રિમાન્ડ માટે તજવીજ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે.  

                               આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા પો.સ.ઇ. પી.એમ.સિસોદીયા તથા એ.એસ.આઇ. હિંગળાજસિંહ પ્રદ્યુમનસિંહ, HC ખોડુભાઇ બાબાભાઇ, PC જીતુભાઇ ગોબરભાઇ, PC ચિંતનકુમાર કનૈયાલાલ, PC ગૌરવભાઇ જીલુભાઇ, PC રમેશભાઇ બિજલભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts