અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠક સાવરકુંડલા ડી.વાય.એસ.પી. હરેશ વોરા, ટાઉન પી. આઇ. એસ. એમ. સોની, પી.એસ.આઇ., પી.એમ.સીસોદીયા ની અધ્યક્ષતામાં યોજાયેલ. જેમાં હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો. આ બેઠક નો મુખ્ય ઉદેશ આગામી તહેવારો કોમી એખલાસ અને ભાઈચારાથી શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટેનો હતો. આ બેઠકમાં રાજુભાઇ શીંગાળા, કરશનભાઇ ડોબરીયા, દેવચંદભાઇ કપોપરા, પ્રવિણભાઇ સાવજ, રાજુભાઇ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, અનિરૂધ્ધસિંહ રાઠોડ, વિપુલભાઇ ભુપતાણી, મંજુલાબેન ચિત્રોડા, ઇકબાલભાઇ ગોરી, ઇરફાનભાઇ કુરેશી, રાજેભાઇ, અજીતભાઇ વગેરે હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Related Posts