સાવરકુંડલા ટાઉન માં લૂંટ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં મુદ્દામાલ તથા ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. તથા સાવરકુંડલા ટાઉન પો. સ્ટે. ટીમ.આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, ચંપાબેન બાબુભાઇ ચોટલીયા, ઉ.વ.૬૫, રહે. સાવરકુંડલા, ગણેશવાડી વાળા તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ સવારના સાડા છએક વાગ્યે સાવરકુંડલામાં રઘુવંશી પરા માં આવેલા રામજી મંદિરે દર્શન કરીને પોતાના ઘરે ચાલીને જતા હોય તે દરમિયાન એક અજાણ્યા ઈસમ મોટર સાયકલ લઇ આવી ચંપાબેન ને ધક્કો મારી પછાડી દઈ, બંને કાનમાં પહેરેલ સોનાની કડી કિ.રૂ.૩૦,૦૦૦/- ની આંચકો મારી લુંટ કરી નાસી જઈ ગુનો કરેલ હોય, જે અંગે ચંપાબેન પોતાની ફરિયાદ જાહેર કરતા અજાણ્યા આરોપી વિરૂધ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૪૦૩૯૭/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૦૯(૬) મુજબનો ગુનો રજી. થયેલ. ભાવનગર રેન્જ આઈ.જી.
તથા અમરેલી પોલીસ અધિક્ષક એ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુન્હાના આરોપીઓને શોધી કાઢી, તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણ શોધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ. વલય વૈદ્ય ની રાહબરી હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા સાવરકુંડલા પો.સ્ટે. પોલીસ ઇન્સ. ડી. કે. વાઘેલા એ એલ.સી.બી. તથા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ની ટીમો બનાવી, ઉપરોક્ત લૂંટના ગુનામાં આરોપીને બાતમી હકીકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે લુંટના મુદ્દામાલ તથા ધોળા રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી, લૂંટ તેમજ મોટર સાયકલ ચોરી નો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં સફળતા મળેલ છે.પકડાયેલ આરોપી :- અરવિંદ સોમાભાઇ નગવાડીયા, ઉ.વ.૨૮, રહે. ગણેશવાડી, સાવરકુંડલા, જિ. અમરેલી.પકડાયેલ આરોપી પાસેથી સોનાની કડી નંગ – ૨, (કિ.રૂ.૨૫,૦૦૦/-) તથા એક હીરો કંપનીનું ડીલક્ષ મોટરસાયકલ રજી.નં.જી.જે.૧૧ સી.જી. ૫૮૮૫ (કિ.રૂ. ૧૫,૦૦૦/-) મળી કુલ કિ.રૂ.૪૦,૦૦૦/- નો મુદ્દામાલ ડીટેકટ કરેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા ટીમ તથા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments