સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં રેલ્વે સ્ટેશન સામે ગાંધી આશ્રમ ધર્મશાળામાં મહેફીલ માણતા પાંચ ઇસમો ને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ
મ્હે પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારુની બદી દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ . ડી.કે.વાધેલા ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ . જે.એલ.ઝાલા તથા સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા સાવરકુંડલા રેલ્વે સ્ટેશન સામે ગાંધી ધર્મશાળા માં પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી દારુની મહેફીલ કરી રહેલ પાંચ ઇસમોને વિદેશી દારુની એક બોટલ શીલબંધ તથા એક બોટલ અડધી તેમજ ત્રણ શીલપેક બીયરના ટીન તેમજ સાત જેટલા ખાલી બીયરના ટીન તેમજ પ્લાસ્ટીકની પાણીની બોટલ તથા પાંચ પ્લાસ્ટીક ના ડીસ્પોઝેબલ ગ્લાસ તથા બાઇટીંગ ના તુટેલા રેપર્સ એમ કુલ રૂપીયા ૩૦૦ / – ના મુદ્દામાલ સાથે મહેફીલ માણતા પાચેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
* પકડાયેલ આરોપીઓ * ( 1 ) જીતેન્દ્રભાઇ સુરેશભાઇ ચલ્લા ઉ.વ .૨૮ ધંધો પ્રા.નોકરી રહે રાજકોટ આલાપ ગ્રીન સીટી પાછળ સીટી સેનેટરી બીલ્ડીંગ , ફ્લેટ નં ૨૦૨ રાજકોટ ( ૨ ) હનીફભાઇ યુનુસભાઇ સોલંકી ઉ.વ .૩ ર ધંધો વ્યાપાર રહે ભાવનગર નવાપરા ( ૩ ) ધવલભાઇ ઉપેન્દ્રભાઇ ભટ્ટ ઉ.વ .૩૪ ધંધો વ્યાપાર રહે ભાવનગર , કાળીયાબીડ, લખુભા હોલ, ભાવનગર ( ૪ ) શાફીનભાઇ કાળુભાઇ સોલંકી ઉ.વ.ર૬, ધંધો: પ્રા.નોકરી રહે ભાવનગર કાળાનાળા ઉપરકોટ ( પ ) જતીનભાઇ પ્રકાશભાઇ સોલંકી ઉ.વ. ૨૫ ધંધો પ્રા.નોકરી રહે ભાવનગર મીલેટ્રી સોસાયટી ભાવનગર.
Recent Comments