સાવરકુંડલા ટાઉન વિસ્તારમા મારૂતીનગર શેરી નં.૩ મા ગેરકાયદેસર દારૂનુ વેચાણ કરતા ઇસમને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ
હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબ સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાંથી દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર ડી.કે.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા સાવરકુંડલા મારૂતીનગર શેરીનં ૩માં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટની MOONWALK ORANGE VODKA FOR SALE IN RAJASTHAN ONLY બોટલ નંગ-૪૮ કિ.રૂ.૧૪,૪૦૦/-તથા MCDOWELLS_NO.1 SUPERIOR WHISKY ORIGINAL FOR SALE IN HARIYANA ONLY બોટલ નંગ ૧૨ ની કિ.રૂ.૩,૬૦૦/- ગણી કુલ બોટલ નંગ ૬૦ જેની કિ.રૂ.૧૮,૦૦૦/- નો પ્રોહી મુદામાલ સાથે આરોપી તથા સહ આર્રોપીને પકડી પાડી બન્ને આરોપીઓ વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીઓ *
(૧) મુસ્તુફાભાઇ હાજીભાઇ ઝાખરા ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે. સાવરકુંડલા, મારૂતી નગર શેરી નં.૦૩ તા.સાવરકુંડલા જી.અમરેલી (૨) તુષારભાઇ ઉર્ફે ભુરો ગુણવંતભાઇ બગડા ઉવ.૨૧ ધંધો. મજુરી રહે.સાવરકુંડલા, અમરેલી રોડ, બગડાવાસ તા.સાવરકુંડલા જી.અમરેલી
Recent Comments