fbpx
અમરેલી

સાવરકુંડલા ડીવીઝનના ડી.વાય.એસ.પી. હરેશ વોરા નીબદલી થતા વિદાય સમારોહ યોજાયો

સાવરકુંડલા ડી.વાય.એસ.પી. હરેશ વોરા એ ૨૦૨૨ સાવરકુંડલા ડીવીઝનનો ચાર્જ સંભાળેલ. હાલ લોકસભાની ચૂંટણી અંતર્ગત બદલીઓના દોરમાં ડી.વાય.એસ.પી. હરેશ વોરા ની બદલી સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ થતા સાવરકુંડલા ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશન સ્ટાફ તથા સાવરકુંડલા રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિદાય સમારોહ રાખવામાં આવેલ.
આ સમારોહમાં ડી.વાય.એસ.પી. હરેશ વોરા નું પોલીસ પરિવાર તેમજ સામાજિક-રાજકીય આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. આ વિદાય સમારોહમાં સાવરકુંડલા સીટી પી.આઈ. એસ.એમ.સોની, ધારી પી.આઈ. એ.એમ.દેસાઈ, જાફરાબાદ જે.આર. ભાસ્કન, પી.આઈ. ડીેએલ.ઈસરાણી, રાજુલા પી.આઈ. આઈ. જે. ગીડા,સાવરકુંડલા રૂરલ પી.એસ.આઇ.આર.એલ.રાઠોડ, પી.એસ.આઇ. એન. એસ. મુસાર, નાગેશ્રી પી.એસ.આઇ. પી.વી. પલાસ,ખાંભા પી.એસ.આઇ. કે.ડી.હડિયા,જાફરાબાદ પી.એસ.આઇ. એમ.ડી.ગોહિલ,
સાવરકુંડલા ટાઉન પી.એસ.આઈ પી ડી.ગોહિલ, રાજુલા પી.એસ.આઈ.જી.એમ.જાડેજા, ચલાલા પી.એસ.આઇ.કે.એલ.ગલચર, ડુંગર પી.એસ.આઇ.કે.જી.મૈયા સહિત તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો સાવરકુંડલા ટાઉન ઇન્સ્પેક્ટર સોની એ હરેશ વોરા સાથેના અનુભવો વાગોળ્યા હતા.  અંતમાં ડી.વાય.એસ.પી.હરેશ વોરા એ પોતાના પ્રતિભાવમાં વિદાય – બદલી એ એક અનિવાર્ય સંજોગ હોવાનું જણાવેલ. સાવરકુંડલા અને સમગ્ર અમરેલી જિલ્લામાંથી સર્વિસ દરમિયાન લોકોનો ખૂબ જ સહકાર અને પ્રેમ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કરેલ.

Follow Me:

Related Posts