અમરેલી

સાવરકુંડલા તાલુકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધામાં પીઠવડી દીવાળીબા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો ઉત્કર્ષ દેખાવ.

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે આવેલ શ્રીજી કેળવણી મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીના વિદ્યાર્થીઓ સાવરકુંડલા તાલુકા કક્ષામાં અવિરત સિદ્ધિઓ સાથે કલા મહાકુંભની સ્પર્ધાઓમાં ઝળહળતી સફળતા મેળવેલ જેમાં વકૃત્વ સ્પર્ધા ઉંમર ૬ થી ૧૪ વર્ષના સ્પર્ધકોમાં ડુબાણીયા નિશા ધોરણ નવની વિદ્યાર્થીનીએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ તથા ઉંમર ૧૫ થી ૨૦ વર્ષના તબક્કામાં વકૃત્વ સ્પર્ધામાં વરુ અભય ગેલાભાઈ ધોરણ ૧૧ના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ, તબલા વાદનમાં ધોરણ ૧૦ના જય જાદવને પ્રથમ ક્રમાંક, ધોરણ ૧૦ના મહીડા વરુણને એક પાત્ર અભિનય સ્પર્ધામાં પ્રથમ ક્રમ, ધોરણ ૧૧ની વિદ્યાર્થીની ગંગેરા દેવાંગી ભરતભાઈને દ્વિતીય ક્રમ તથા કામળીયા કાવ્યાને લોકગીત ભજન ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ આ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને પ્રમુખ વિનુભાઈ ડી.બાલધા શિક્ષકો તથા સ્ટાફ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts