સાવરકુંડલા તાલુકા અમૃતવેલ મુકામે એચ એન. વિરાણી હાઈસ્કૂલ બાઢડા દ્વારા વાર્ષિક એન. એસ શિબિર યોજવામાં આવી રહી છે. આ સંદર્ભે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવા એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનારના પ્રારંભમાં ઉપસ્થિત ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યોનું સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને શાળાના બાળકોએ સ્વાગત કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન
આ એન. એસ.એસ.શિબિરના કો ઓર્ડીનેટર દમયંતીબેન ગોહિલ દ્વારા કરવામાં આવેલ તેમજ ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, રવિભાઈ મહેતા અને ગ્રાહક સુરક્ષા મંડળના સક્રિય સભ્ય અને સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ ગ્રાહક સુરક્ષા સંદર્ભે જાગૃતિ કેળવવા માટે બાળકોને ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત ગ્રાહકને મળતાં વિશેષ અધિકારો વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. ખાસકરીને ઉપસ્થિત તમામે કોઈ પણ નાની મોટી ચીજવસ્તુઓ ખરીદતી વખતે વેપારી પાસેથી પાકું બીલ અવશ્ય માંગવું એ બાબત પ્રત્યે ખાસ ભારપૂર્વક વક્તવ્યમાં જણાવવામાં આવેલ. આ પ્રસંગે અમૃતવેલ હાઈસ્કૂલના ભીખેશભાઈ ભટ્ટ, અમૃતવેલ હાઈસ્કૂલના આચાર્ય જયસુખભાઈ માળવીયા,ચિરાગભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
અને સંસ્થા દ્વારા પણ આવી ઉમદા પ્રવૃત્તિને બિરદાવતાં જોવા મળેલ. કાર્યક્રમનના સમાપન કાળે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક ઉપયોગી માહિતી દર્શાવતાં પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવેલ. અને આ સંદેશો આસપાસ તથા પોતાના સંપર્કમાં આવતાં તમામ સુધી પહોંચાડવા હાર્દિક અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શ્રોતાગણે ખૂબ શાંતિ જાળવી રાખી સંસ્થાની સ્યંમ શિસ્તનો પરિચય પણ આપ્યો હતો. આ પ્રસંગે શિબિરના અંતે સંસ્થા દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ તેમજ ઉપસ્થિત તમામને ગરમાગરમ પૌષ્ટિક અલ્પાહાર કરાવવામાં આવેલ. એકંદરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તેમજ કર્મચારીગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતીઆમ ખૂબ સુંદર વાતાવરણમાં ગ્રાહક સુરક્ષા મંડળનો આ શિબિર કાર્યક્રમ સંપન્ન જાહેર કરવામાં આવેલ.
Recent Comments