૧૪ સપ્ટેમ્બર એટલે સમગ્ર દેશમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આવેલી શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ હિન્દી સાહિત્યમાંથી હિન્દીની વિવિધ કવિતાઓનું પઠન કર્યું હતું હિન્દીના સંવાદો સાથે સાથે પ્રવચન, વાર્તાઓ તેમજ હિન્દી નાટક રજૂ કરેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દી વિષયના શિક્ષક શ્રી.જે.પી. પાનસુરિયા સાહેબે કરેલું.મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ માલાણી તેમજ પ્રિન્સિપાલ શ્રી એમ.ડી.માલવિયા સાહેબે સૌને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આવેલ શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી.

Recent Comments