અમરેલી

સાવરકુંડલા તાલુકાના આંબરડી ખાતે શ્રી આંબરડી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાસંયુક્ત ઉપક્રમે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી. 

શ્રી આંબરડી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળામાં ૭૫ માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંબરડી કેળવણી મંડળના પ્રમુખશ્રી દિપકભાઈ માલાણી, સરપંચશ્રી પ્રેમજીભાઈ બગડા,જયસુખભાઈ કસવાળા,ગિરધરભાઈ પાંચાણી, બાબુભાઇ માલાણી તેમજ ગામના રાષ્ટ્રપ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ મુકેશભાઈ માલવિયા તેમજ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ  પ્રકાશભાઈ ડાવરા તેમજ શિક્ષકમિત્રો હાજર રહ્યા હતા.આંબરડી કેળવણી મંડળના પ્રમુખ દિપકભાઈ માલાણીએ પ્રસંગોપાત વક્તવ્યમાં ભારતના બંધારણ અને તેના મહત્વ વિશે વિશેષ પ્રકાશ પાડ્યો હતો સ્ટેજ કાર્યક્રમનું સંચાલન રાધિકાબેન કાતરીયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મુકેશભાઇ મહેતા, રઘુવીરભાઈ ભટ્ટ તેમજ અવનીબેન ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી.

Related Posts