સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામની આંગણવાડીના કાર્યકર મકવાણા સુનિતાબેન ભુદરભાઈ જેવો છેલ્લા ૩૩ વર્ષથી એક જ કેન્દ્ર પર નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ છે તેઓ તારીખ ૩૧-૭-૨૦૨૩ ના રોજ વયે નિવૃત થતા હોય તે અનુસંધાને તેમનો વિદાય સમારોહ ગોઠવવામાં આવેલ જેમાં વીજપડી ગ્રુપ બે ના સુપરવાઇઝર ગીતાબેન પટેલ તેમજ નવ ગામના ૧૮ કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેઓને શાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શુભેચ્છારૂપે છબી અર્પણ કરી સેવાની કામગીરી બિરદાવી હતી વિદાય સમારોહ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બહેનો સાથે ભોજન સમારંભ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આંગણવાડી કાર્યકરનો વિદાય સમારોહ યોજાયો

Recent Comments