અમરેલી

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો… 

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પ્રાથમિક શાળામાં લોકશાળા ખડસલીના વિદ્યાર્થી તેમજ સ્ટાફગણ તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ ખડસલી ગામના શ્રી રાજુભાઈ મેઘજીભાઈ બગડા તેમજ હિતેશભાઈ દિનેશભાઈ વાટલીયા તેમજ ભરતભાઈ નાજાભાઇ રાઠોડ તેમજ સુખદેવભાઈ જીવરામભાઈ ગોંડલીયા જેવો નિવૃત્ત આર્મીમેન તેમજ પોલીસ કમાન્ડો તેમજ પોલીસ અને એસઆરપીમાં ફરજ બજાવી રહ્યા છે તેઓને શાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માનિત કર્યા. ત્યારબાદ આવેલ તમામ બાળકો તેમજ મહાનુભાવો દ્વારા શપથ ગ્રહણ કરી દેશને આનબાન શાન સાથે ખડસલીના સરપંચ શિલ્પાબેન ચેતનભાઇ માલાણી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ… અને ત્યારબાદ ગામ શાન એવા ચારે અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ ત્યારબાદ આવેલ તમામ અગ્રણી તેમજ બાળકોને મીઠા મોઢા કરાવી  અંતમાં શાળાના પ્રિન્સિપાલ શ્રી નાનજીભાઈ મકવાણા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન ખડસલી પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ નીનામા દ્વારા કરવામાં આવેલ અને આ તકે તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ચેતનભાઇ માલાણી તેમજ તલાટી મંત્રી શ્રી દિલીપભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા આ તકે ખડસલી પ્રાથમિક શાળાના કિરીટભાઈ રાઠોડ હાજર રહી કાર્યક્રમ પૂર્ણતા જાહેર કર્યો એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું 

Follow Me:

Related Posts