fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ૫૦ લાખના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ તેમજ ધારાસભ્ય….

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પાણીની ટાંકી તેમજ ત્રણ ચેકડેમ તેમજ રસ્તાઓમાં બ્લોક જેવા  મેલડી માતાના મંદિરે ફરતી દિવાલના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારબાદ ખડસલી પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડનું ઓપનિંગ ત્યારબાદ  સાંસદ નારણભાઈ કાછડીયાનું શાલ ઓઢાડી સુતર આંટી  અર્પણ કરી તેમનું સ્વાગત ભોજાભાઇ જોગરાણા અને શિલ્પાબેન માલાણી સરપંચ દ્વારા કરવામાં આવ્યું

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું શાલ  ઓઢાડી સુતરની આંટી અર્પણ કરી તેમનું સ્વાગત ઉપસરપંચ શ્રી સંતોકબેન નાગજીભાઈ ઢગલ  અને ભરતભાઈ જોગરાણા દ્વારા કરવામાં આવ્યું. તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયાનું સન્માન રમેશભાઈ વાટલીયા અને વશરામભાઇ જોગરાણા દ્વારા શાલ  ઓઢાડી સુતર આંટી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન મહેશભાઈ કસવાલા તેમજ નારણભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવ્યું  અંતમાં તાલુકા ભાજપ મહામંત્રી ચેતન મલાણી આભાર વિધિ કરવામાં આવી તેમજ આ પ્રસંગે સાવરકુંડલા તાલુકા ભાજપ ના તમામ હોદ્દેદારો અને મેરીયાણા ગ્રામ પંચાયત સરપંચ તેમજ લીખાળા ગ્રામ પંચાયત સરપંચ તેમજ વીજપડી ગ્રામ પંચાયત સરપંચ  ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ બાપા સીતારામ મંડળ દ્વારા આયોજિત ભોજન સમારોહમાં તમામ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા એમ  અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Follow Me:

Related Posts