સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ગાધકડા પ્લોટ પ્રાથમિક શાળાને લોક સહયોગથી “ભુમિદાન” મળેલ
સાવરકુંડલા તાલુકાની ગાધકડા પ્લોટ પ્રાથમિક શાળામા વિદ્યાર્થીઓની સંખ્યામા ઉતરોતર વધારો થતા નવા વર્ગખંડ બનાવવાની જરૂરીયાત ઉભી થયેલ, પરંતુ શાળા પાસે પુરતી જગ્યા ન હોવાથી વધારાની જગ્યા ખરીદવા માટે ગ્રામજનો દ્વારા લોકફાળો કરી રકમ એકત્ર કરવામા આવી. ગાધકડા ગ્રામજનો તથા ગાધકડા પટેલ મીત્ર મંડળ – સુરત દ્વારા રૂ. ૭૬૫૦૦૦ અંકે સાત લાખ પાસઠ હજાર જેટલી રકમ એકત્ર કરી શાળા માટે જમીનની ખરીદી કરી શાળાને ભુમિદાન સ્વરુપે અર્પણ કરેલ છે. આ સમગ્ર સેવા યજ્ઞમા ગામના અગ્રણી શ્રી લાલાદાદા, તા. પં. સભ્ય જીતુભાઈ કાછડીયા, કકુભાઈ હીરાણી, બાલુભાઈ બોરડ, ભરતભાઈ કાછડીયા તથા પટેલ મીત્ર મંડળ – સુરતના પ્રમુખ તથા તમામ સભ્યો અને ગ્રામજનો એ સહયોગ આપેલ છે. શાળાને ભુમિદાન પ્રાપ્ત થતા હવે ટુક સમયમાજ શાળામા આધુનિક સગવડતા સાથેના નવા વર્ગખંડોનુ નિર્માણ શરૂ થશે. આ સહયોગ બદલ શાળાના આચાર્ય પિયુષભાઈ જોષી તથા શાળા પરીવાર તમામનો આભાર માને છે.
Recent Comments