સાવરકુંડલા તાલુકાના મત વિસ્તાર સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના અરજદાર શ્રી બાબુભાઈ ભગવાનભાઈ પરમાર ની તેમજ અન્ય લોકો દ્વારા અવાર નવાર ફરિયાદો મળતી હોય છે જેમાં ફરિયાદો મુજબ લોકો ની પરિસ્થતિ નબળી હોય, અને તેઓ માત્ર ઘર વપરાશ ના લોવેલ્ટેઝ ના ઉપરકરણો નો ઉપયોગકરતા હોય,. બીજા કોઈ હેવી ઇલેક્ટ્રિક ઉપકરણો વાપરતા ન હોય તેમ છતાં PGVCL પેટા વિભાગીય કચેરી વીજપડી દ્વારા રૂ. ૧૦૦૦૦ થી માંડીને લાખો રૂપિયાના બીલો આપવામાં આવી રહ્યા છે, ને તાજેતર માં થોરડી ગામના બાબુભાઈ ભગવાનભાઈ પરમાર ૫,૮૦,૧૫૧ નું બીલ આપવામાં આવેલ છે, જે આમ સાવરકુંડલા તાલુકન ઘણા ગામો માં અમોને ફરિયાદ મળી રહી છે. વીજપડી પેટા વિભાગીય કચેરી દ્વારા મોટી રકમ નાં બીલો આપી રહી છે. અરજદાર શ્રી દ્વારા રજૂઆત કરતા તંત્ર દ્વારા જણાવેલ છે કે, અરજદારે બીલ ભરેલ નથી જેના કારણે આ બીલ છે, આ તંત્રની ઘોર બેદરકારી સામે આવેલ છે. અને આવડું મોટું મસમોટું બીલ ફટકારવામાં આવે છે જે બાબતે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા શ્રી કનુભાઈ દેસાઈ ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી ગાંધીનગર રૂબરૂ સચિવાલય ખાતે કેમ્પસ પત્ર પાઠવીને લોકોને મોટા બીલો તંત્ર દ્વારા વ્યવસ્થિત આપવા માટે પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે
સાવરકુંડલા તાલુકાના ગામોમાં PGVCL પેટા વિભાગીય કચેરી વીજપડી દ્વારા નાના ગ્રાહકોને મસમોટા બીલ ફટકારવા સામે કનુભાઈ દેસાઈ ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી ને પત્ર પાઠવીને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Recent Comments