અમરેલી

સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂ.આચાર્ય શ્રી લાલજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પણ ઉપસ્થિત રહી ગ્રામજનોની ખુશીમાં સહભાગી થયા. વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂ.આચાર્ય શ્રી લાલજી મહારાજના હસ્તે સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શુભ અવસરે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત રહી ગ્રામજનોની ખુશીમાં સહભાગી થયા. આ પ્રવેશદ્વારના દાતા શ્રી તુલસીભાઈ ખોડાભાઈ સુહાગિયા સહિત સમગ્ર પરિવારને અભિનંદન પણ પાઠવ્યા.  આ અવસરે ભાજપ અગ્રણી શ્રી અરવિંદભાઈ માંગુકિયા, સાવરકુંડલા યાર્ડના ડિરેક્ટર શ્રી ઘનશ્યામભાઈ કસવાલા પણ  ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts