અમરેલી

સાવરકુંડલા તાલુકાના જીરા ગામે સરદાર પટેલ માધ્યમિક શાળામાં વિશ્વ યોગ દિવસ અને વૃક્ષારોપણ તથા રોપા વિતરણ કાર્યક્રમ યોજયો.

સાવરકુંડલા તાલુકાના જીરા ગામે શ્રીરામ એજયુકેશન ટ્રસ્ટ જીરા સંચાલિત સરદાર પટેલ માધ્યમિક શાળામાં વિશ્વ યોગ દિન તેમજ અરીહંત જેવલર્સ સુરત દ્વારા વૃક્ષારોપણ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ જીરા ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓને વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા તથા વિશ્વ યોગ દિવસ નિમિત્તે માધ્યમિક શાળાના તમામ વિધાર્થી ભાઈઓ બહેનો તથા શૅક્ષણિક સ્ટાફ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા તેમ શિક્ષક પ્રતિકભાઈ ની યાદી જણાવેલ.

Related Posts