આજરોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે જુનાસાવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામના સરપંચ કલ્પેશભાઈ કાનાણીની ઉપસ્થિતિમાં, મેડિકલ ઓફિસર રામપ્રસાદ સાહેબ,સુપરવાઇઝર ઇલ્યાસભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ એમપીએચડબલ્યુ વિનોદભાઈ સાગઠીયા અને એફ એસ ડબલ્યુ એન ડી મકવાણા દ્વારા ગામના લોકોને તથા સ્કૂલમાં મેલેરિયા વિશે સમજણ આપવામાં આવી. મેલેરીયાથી થતા નુકસાન અને મેલેરીયા રોગથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કરવામાં આવ્યા. તથા સ્કૂલના બાળકોને ગપ્પી ફિશ વિશે માહિતગાર કરવામાં આવ્યા.ઐમ કમલેશપરી ગોસાઈની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
સાવરકુંડલા તાલુકાના જૂનાસાવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે વિશ્ર્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોને મેલેરિયા સંબંધિત સમજ આપવામાં આવી.

Recent Comments