સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે આવેલ મંગલમ્ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્યે શિક્ષણનો સંવાદ કર્યો.
સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે આવેલ મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મંગલમ વિદ્યામંદિર ખાતે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા વંડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રકુમાર નિમાવત દ્વારા સાવરકુંડલા તાલુકાના છેવાડાના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાછે તેવી મંગલમ્ વિદ્યામંદિરની મુલાકાત શિક્ષણની ચકાસણી તેમજ શિક્ષણનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ શિક્ષણની ચર્ચા કરવા માટે શિક્ષણને બાળકો અને ધારાસભ્ય વચ્ચે શિક્ષણના સંવાદો થાય તેવા હેતુ માટે શાળાના ટ્રસ્ટી ભાવેશભાઈ ભુવા દ્વારા ધોરણ 1થી 10ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શેક્ષણીક સ્ટાફ દ્વારા અધિકારીઓ અને પદાધીકારીઓ સાથે વિદ્યાર્થીઓને મુઝવતા પ્રશ્નો અને જવાબો તેમજ સંવાદ સાધવામાં આવ્યો હતો.
સાવરકુંડલાના ઠવી ગામે મંગલમ વિદ્યા સંકુલની મુલાકાત લઇને વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન યુવા વિચારોને જાણવાનો અને વિકસિત ભારત માટેના તેમના વિઝનને સમજવાનો, શિક્ષણ પ્રત્યેના અભિગમ અને વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે ધારાસભ્ય મહેશભાઇ કસવાલા દ્વારા સમજણ આપવામાં આવી હતી આતકે જિલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ ગજેરા, ભાજપા તાલુકા અધ્યક્ષ જીવનભાઈ વેકરીયા, ઠવી ગામના અગ્રણી અશોકભાઈ ખુમાણ, કેળવણીકાર ભાવેશભાઈ ભુવા વગેરે અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વંડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ, પોલીસની કામગીરી, ટ્રાફિક ના નીયમો વગેરે બાબતોની જાણકારી આપવામાં આવી હતી.
Recent Comments