અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડી ખાતે આવેલ લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલય થોરડીનું ગૌરવ. 

અખિલ ભારતીય શાળાકીય  સ્પર્ધા ૨૦૨૩માં અમરેલી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન વિદ્યાસભાસંકુલમાં યોજાયું હતું. જેમાં લોકવિદ્યા મંદિર થોરડીની ટીમે સાવરકુંડલા તાલુકાનું પ્રિતિધિત્વ કર્યું હતુ અને લોકવિદ્યા મંદિર થોરડીની અંડર – ૧૭ની કબડીની ટીમે બાબરા, ખાંભા, તરવડાની ટીમો સામે જબરદસ્ત જીત મેળવી જાફરાબાદ તાલુકા સામે ફાઇનલમા જીત મેળવી અમરેલી જિલ્લામાં લોકવિદ્યા મંદિરની ટીમ  વિજેતા બની છે. જે હવે અમરેલી જિલ્લાનું પ્રિતિનિધિત્વ કરશે અને આણંદ ખાતે રાજ્ય કક્ષાએ  રમવા જશે જે માહિતી લોકવિદ્યાલય મંદિર થોરડી ટીમના કોચ અને પી. ટી. શિક્ષક શ્રી દિપુભાઈ ભૂંકણ દ્વારા જણાવેલ છે. ટીમ  રાજ્ય કક્ષાએ  જીત મેળવી અમરેલી જિલ્લાનું તાલુકાનું અને  શાળા તેમજ પરિવારનું ગૌરવ વધારે તેવી સમગ્ર શાળા પરીવાર વતી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.

Related Posts