fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોકસેવક સંઘ સંચાલિત લોકવિદ્યા મંદિર અને શ્રી નિવાસી અંધ વિદ્યાલય ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ ગાંધી સપ્તાહ જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. 

લોકસેવક સંઘ સંચાલિત  લોકવિદ્યા મંદિર અને શ્રી નિવાસી અંધ વિદ્યાલય થોરડીમાં બીજી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગાંધી સપ્તાહ જન્મજયંતી મહોત્સવનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી જ્યંતી ૨૦૨૩ નિમિતે આજુબાજુના પાંચ ગામમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં શાળાના સૌ બાળકો,  શિક્ષક ભાઈઓ – બહેનો તેમજ નવસર્જન ગ્રૂપ થોરડીના યુવાનો, સભ્યો જોડાયા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓમાં વકૃતત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમના અંતિમ ચરણમાં ગાંધી વ્યાખ્યાન માળાનું આયોજન થયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી રવિન્દ્રભાઈ અંધારિયા (ગુલાબરાય સંઘવી બી. એડ. કૉલેજ ભાવનગર ભૂ. પૂર્વ. આચાર્યશ્રી )રહ્યા હતા. જેઓએ બાળકો સાથે ગાંધી વિષય પર સરળ ભાષામાં મોહનથી મહાત્મા સુધીની સફરને વર્ણવી હતી. કાર્યક્રમના અંતે વકૃતત્વ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ શાળા પરિવાર અને ‘સર્વ મંગલ સંકુલ’ના સૌ કર્મચારીઓના સહકાર અને સમન્વયથી સફળ રહ્યો હતો.

Follow Me:

Related Posts