fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલય થોરડીમાં ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૭૫માં પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 

સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે અહીં આવેલ લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધવિદ્યાલય ખાતે ૭૫ માં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રપર્વની ઉજવણી કાર્યક્રમને પંચરત્ન શીર્ષક આપવામાં આવ્યું હતું જેમાં (૧)ધ્વજ વંદન, (૨) મેદાની અને સાંસ્કૃતિક કાર્યક્રમ,(૩) વાલી સંમેલન,(૪) બાલભવન લોકર્પણ,(૫). શિક્ષણ સન્માન કાર્યક્રમ રાખેલ હતા.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મું. શ્રી હિંમતભાઇ ગોડા  (સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના પ્રમુખ)તેમજ વિશેષ ઉપસ્થિત મહેશભાઈ કસવાળા (ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા) રહ્યા હતા.સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ મેદાની એ કાર્યક્રમમાં સમૂહ પી.ટી,લેજીમ, ડમબેઝ, રિંગ દાવ, સળગતી રિંગ જેવા કૌશલ્ય પ્રદર્શિત કર્યા હતા,

સાથોસાથ શહીદ ભકતસિંહ, જીવીમા,પાપા મેરે પાપા, જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.મું.શ્રી હિંમતભાઈ ગોડા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા દ્વારા ‘બાલભવન’નું લોકર્પણ કરવામાં આવ્યું હતું.મહેમાનશ્રીઓના હસ્તકે માર્ચ ૨૦૨૩ ની બોર્ડ પરીક્ષામા ધોરણ ૧૦ અને ૧૨ માં પ્રથમ ત્રણ નંબર તેમજ પ્રાથમિક શાળા શ્રેષ્ઠ વિદ્યાર્થીને પ્રમાણ પત્ર, રોકડ રકમ અને શિલ્ડ દ્વવારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન અમેરિકા સ્થિત મું શ્રી હિંમતભાઇ ટાંકના માર્ગદર્શનથી ટાંક ફાઉન્ડેશન અમેરિકા દ્વારા આપવામાં આવે છે. શાળામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના સૌ વાલીશ્રીઓએ પોતાના સંતાનોની પ્રવુતિ અને શિક્ષણ બાબતે રાજીપો વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ અંગે રાજીપો વ્યકત કરતા મહેશ કસવાલાએ કહ્યું હતું કે ઓછામાં ઓછા આર્થિક માપદંડો રાખી  અને કૃષિથી લઈને કમ્યુટર સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થાનું શ્રેષ્ઠ મૉડલ એટલે લોકવિદ્યાલય મંદિર થોરડી છે. સમગ્ર કાર્યક્રમ “સર્વ મંગલ સંકુલ”થોરડી પરિવારના સૌ કાર્યકર્તા શિક્ષક ભાઈઓ બહેનોની જહેમતથી સફળ રહ્યો હતો.

Follow Me:

Related Posts