સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા સેવા સહકારી મંડળીના પ્રમુખ નિવૃત થતા વિદાયમાન અપાયું.
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની નાના ઝીંઝુડા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ૨૦ વર્ષથી જવાબદારી સંભાળી વયમર્યાદાથી નિવૃત થતા ધનજીભાઈ સુદાણીનું જાહેર સન્માન સાથે વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આતકે એ.પી.એમ.સી. ચેરમેન અને ભાવનગર ડીસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર દીપકભાઈ માલાણીના મુખ્ય મહેમાન પદે રાખવામાં યોજવામાં આવ્યો હતો જેમાં સાવરકુંડલા સહકારી યુનિયનના ભીખાભાઈ કાબરીયા, દયાશંકરભાઈ જોષી, ધીરૂભાઈ પદમાણી, ભાવનગર ડીસ્ટ્રીકટ બેંક સાવરકુંડલા શાખાના મેનેજર અતુલભાઈ પંડયા, વિપુલભાઈ બોરડ તેમજ કર્મચારીગણ સહિત સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા નાના ઝીઝુડા મંડળીની ૮૪ વર્ષની સફળતા રહી હતી જેમાં સભાસદો, હોદ્દેદારો અને પૂર્વમંત્રી ઓની સેવા અને નિષ્ઠાને કારણે આ મંડળીની પ્રગતિ થયેલ છે તેમ નિવૃત થતા ધનજીભાઈ સુદાણીની સેવાને બિરદાવેલ આ મંડળીમાં સતત ૫૧ વર્ષ સુધી મંત્રી તરીકે સેવા આપનાર સ્વ. મધુબાપા પદમાણીની કામગીરીને પણ યાદ કરી હતી.એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
Recent Comments