સાવરકુંડલા તાલુકાના નેસડી ખાતે આવેલ સરકારી પ્રા. શાળામાં અભિવાદન સમારોહ યોજાયો
તાજેતરમાં યોજાયેલી જ્ઞાન સાધના તથા જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટેનો માર્ગદર્શન સેમિનાર નેસડી પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા કલસ્ટર – ૨ ના સીઆરસી શ્રી ક્રૃતિકાબેન ત્રિવેદી દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કલસ્ટર-૨ માં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેસડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઇ મહેતા દ્વારા મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યુ હતું. અંતમા ઉપાચાર્ય શ્રી હસુભાઇ મૈસુરીયા દ્વારા વિદ્યાર્થી તથા વાલીઓને શુભેચ્છા સાથે આભાર દર્શન કરવામાં આવ્યું હતું…
Recent Comments