અમરેલી

સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના ચિરાગ વિનુભાઈ હિરપરાએ ગુજરાત સરકારના માનનીય CM ભુપેન્દ્રભાઈ પટેલને ટુ વ્હીલર અને ફોર વ્હીલર તથા કોમર્શિયલ વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની લગવાયેલી ગેરકાયદેસર લાઈટો દૂર કરાવવા તંત્ર દ્વારા કડક પગલાં લેવા રજૂઆત કરી

સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના ચિરાગ વિનુભાઈ હિરપરાએ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ટુ વ્હીલર , ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની અન્ય ગેરકાયદેસર અમાન્ય લાઈટો એલ.ઈ.ડી. લગાડેલી લાઈટો જોવા મળે છે. આ લાઈટોના પ્રકાશની તીવ્રતા વધારે હોય જેના કારણે રાત્રિ દરમિયાન વાહન ચલાવતાં વાહન ચાલકોની સામેવાળાની આંખો અંજાઈ જવાના કારણે રાત્રિના મોટાભાગના અકસ્માતો આવી લાઈટોના કારણે થતી હોવાની શક્યતા છે માટે આ અંગે ટ્રાફિક નિયમોનો કડક અમલ થાય અને આવા વાહનોમાં લગાવેલ અમાન્ય લાઇટો દૂર કરવા માટે તંત્ર દ્વારા પગલા ભરવામાં આવે તેવી વિનંતી કરતો પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રવાના કરેલ છે જેની નકલ કૌશિકભાઈ વેકરીયા નાયબ દંડક ગુજરાત વિધાનસભા તથા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાવરકુંડલા લીલીયાને પણ રવાના કરેલ છે.

Related Posts