સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના ચિરાગ વિનુભાઈ હિરપરા દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને ગામડેથી જતાં ગાડા કેડા માર્ગ પહોળા કરાવવા માટે સરકારમાં સૂચન કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી.
સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના ચિરાગ વિનુભાઈ હિરપરા દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને ગામડેથી જતાં ગાડા કેડા માર્ગોને પહોળા કરાવવા સરકારશ્રીમાં સૂચન કરવા રજૂઆત કરવા વિનંતી કરી હતી. હાલના ગાડા કેડા માર્ગ સાંકડા હોય સામે વાહન આવતા મુશ્કેલી પડે છે તે અંગે યોગ્ય નિરાકરણ થાય તે માટે ગાડા કેડાને પહોળા કરવા જરૂરી છે. હાલના યાંત્રિક યુગને કારણે બળદથી થતી ખેતી મોટેભાગે યાંત્રિક સાધનોથી થતી હોય છે જેમકે ખેડ ટ્રેકટરથી તેમજ દવા છંટકાવ હોય કે તૈયાર પાકમાં મગફળી, બાજરો, ઘઉં, અને કપાસ વગેરે પાકો લેવા માટે અલગ અલગ પ્રકારના યાંત્રિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. લગભગ મોટાભાગના ગામડામાં ગાડા માર્ગો હોય સામું વાહન મળે તો પણ સામ સામા પસાર થતાં ન હોય જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડે છે
સરકારશ્રી દ્વારા ખેડૂતોને બે વખત પાક ફેરવવો ન પડે અને તૈયાર પાક સીધો ખેતરેથી વેચાય તે માટે ગોડાઉન બનાવવા સહાય પણ આપવામાં આવે છે. પરંતુ સાંકડા રસ્તાઓના કારણે વેપારીઓના ટ્રક જેવા વાહનો ખેતરે જઈ શકતા ન હોય તેથી ખેડૂતોને ખેતરે ગોડાઉન હોવા છતાં પણ પાક ઘરે લાવવો પડે છે અને બનાવેલ ગોડાઉનો બિનઉપયોગી રહે છે. જો ગામથી ખેતરે જતા ગાડા માર્ગને પહોળા કરવાની યોજના અંગે સરકારશ્રીમાં સૂચન કરવા રજૂઆત કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ મોટાપ્રમાણમાં આર્થિક ફાયદો થશે. આ સંદર્ભે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા સરકારશ્રીમાં સૂચન કરે તેવી લેખિત રજૂઆત પિયાવા ના ચિરાગભાઈ વિનુભાઈ હિરપરા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી.
Recent Comments