સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના પ્રગતિશીલ વિચારધારા ધરાવતા યુવા સરપંચ ભૌતિક સુહાગીયાએ બીપીએલ યાદીમાં નામ ન હોય અને ખરેખર લાભાર્થી હોય તેવા વૃધ્ધજનોને વૃધ્ધ પેંશનની યોજનામાં સમાવેશ કરવા માટે માનનીય ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી.
સાવરકુંડલા તાલુકાના પીઠવડી પ્રગતિશીલ વિચારધારા ધરાવતા યુવા સરપંચ ભૌતિક સુહાગીયાએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને બી. પી. એલ યાદીમાં નામ ન હોય પરંતુ ખરેખર જરૂરિયાતમંદ હોય તેવા વૃધ્ધજનોને વૃધ્ધ પેંશનની યોજનામાં સમાવેશ કરવા માટે લેખિત રજૂઆત કરી છે. આમ તો બીપીએલ કાર્ડ ધારકોનાં વૃધ્ધજનોને તો સરકારશ્રીએ વૃધ્ધ પેંશન યોજના અંતર્ગત આવરી લીધા હોય છે અને એ સામાજિક દાયિત્વની ભાવના માટે પ્રગતિશીલ રાષ્ટ્ર માટે ખૂબ આવકાર્ય અને પ્રશંસનીય બાબત છે પરંતુ એવા વૃધ્ધજનો કે જે બીપીએલ કાર્ડની યાદીમાં નામ ન ધરાવતા હોય પરંતુ વાસ્તવમાં વૃધ્ધ પેંશન માટે જરૂરિયાતમંદ હોય તેવા તમામ લોકોનો પણ આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવે તો આવા અનેક સાચા લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે. આ અંગે યોગ્ય કરવા માટે પીઠવડીના પ્રગતિશીલ વિચારધારા ધરાવતા યુવા સરપંચ ભૌતિક સુહાગીયા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.
Recent Comments