અમરેલી

સાવરકુંડલા તાલુકાના પીયાવા, મોટાઝીંઝુડા અને નેસડી ગામોમાં કુલ ૧૦ શકિત કેન્દ્રો ઉપર બહોળી સંખ્યામાં ”મોદી પરીવાર સભા” કરવામાં આવી

અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો થઇ રહયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના જુદા જુદા બુથો(શકિત કેન્દ્રો) ઉપર ખુબ જ જોર શોરથી મીટીંગો અને જાહેર સભાઓ થઇ રહયા છે જેમા, મુખ્ય વકતા અને જીલ્લાના મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ બસીયા દ્વારા કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા વિવિઘ કલ્યાણકારી યોજનાની જાણકારી આપી તેમજ આગામી ૨૦૪૭માં ભારત દેશ વિકસીત બને તેના મુદ્દાઓ વિશે સમજણ આપી આ સાથે સાવરકુંડલા તાલુકાના પીયાવા, મોટાઝીંઝુડા, નેસડીના શકિત કેન્દ્રો ઉપર ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામ જનોની ઉપસ્થીતી જોવા મળી હતી

આ ”મોદી પરીવાર સભા”માં સાવરકુંડલા મંડલના વિસ્તારશ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, માર્કેડ યાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી, અમરેલી જીલ્લાના સંયોજકશ્રી પુનાભાઇ ગજેરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, લલીતભાઇ બાળઘા, તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી મહેશભાઇ ભાલળા, મનુભાઇ ડાવરા, જીલ્લા પંચાયત સદસ્યશ્રી રાણાભાઇ રાદડીયા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ચેતનભાઇ માલાણી સહીતના કાર્યકર્તાશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા બહેનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતી જોવા મળી હતી તેમ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયાની યાદીમાં જણાવાયુ હતુ.

Related Posts