fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ગોપી મહિલા મંડળ દ્વારા શ્રી અન્નપૂર્ણા ટિફિન સેવા કેન્દ્રમાં સેવામાં સેવાની કામગીરી કરવામાં આવી

એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના સાથી હાથ બઢાના.. સેવાકીય પ્રવૃત્તિઓ માટે સેવાકીય ભાવના જ જરૂરી છે.. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે અન્નપૂર્ણા ટીફીન સેવા કેન્દ્રનો પ્રારંભ થયો. લોકસહયોગ હોય અને સંસ્કૃતિ સેવાની હોય તો પછી ધાર્મિક કે સામાજિક સંગઠનો પણ આવા સેવાકીય મહાયજ્ઞમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે. શ્રમદાન એ પણ મહાદાન છે અને જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય તેવા સ્થાનોમાં કરેલું શ્રમદાન એ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઓક્સિજનનું કાર્ય કરતું હોય છે. ભુવા ગામમાં આવેલ ગોપી મંડળના સભ્યો દ્વારા આ અન્નપૂર્ણા ટિફિન સેવાના કાર્યમાં શ્રમદાન કરતાં જોવા મળે છે. બસ દેશ ઐસે હી બનતા હૈ. નહીં કોઈ પ્રસિધ્ધિની અપેક્ષા માત્ર સેવા કરીને પુણ્યકાર્યને વધુ પ્રદિપ્ત કરવું એ જ લક્ષ હોય ભારત જેવા દેશમાં ગોકૂળ ગ્રામની પરિકલ્પના વાસ્તવિક સ્વરૂપ પણ લઈ શકે છે.. જરૂર છે થોડી સમજ અને થોડા સૌહાર્દની જે પ્રસ્તુત તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે સેવાભાવના એ જ આપણાં દેશની સંસ્કૃતિના મૂળમાં છે.

Follow Me:

Related Posts