fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના સ્વ. ચંપાબેન મનસુખભાઈ ભાલાળાના સ્મરણાર્થે સ્મશાનને કલર કામ કરવામાં આવેલ.. આમ પણ માનવીનું અંતિમ વિસામાનું સ્થાન એટલે સ્મશાન

સાવરકુંડલા તાલુકાના ખોબા જેવડું ભુવા ગામ પણ છે ખૂબ પ્રગતિશીલ વિચારવાળું આમ તો એમ પણ કહેવાય છે કે માનવીનો અંતિમ વિસામો એટલે જ સ્મશાન. અહીંથી જીવ અનંતની યાત્રાએ નીકળી જાય છે. મોટે ભાગે જોઈએ તો લગભગ એક તો સ્મશાન ગામની બહાર હોય. બીજું લગભગ વેરાન હોય. લોકોને અંદર પ્રવેશતાં પણ ઘણી વખત ડર લાગતો હોય છે. પરંતુ જો સ્મશાન રળિયામણું હોય તો અહીં આવનારા તમામ લોકોને પણ શાંતિનો અનુભવ થવો જોઈએ. આવું તો તો જ બને જ્યારે સ્મશાનને ઘરની જેમ રખેવાળી કરતાં હોય તો જ અહીં પ્રવેશતાં પરમ શાંતિનો અહેસાસ થાય. અને ભુવા ગામનું સ્મશાન પણ રળિયામણું રહે તેવું ત્યાંના લોકો ઈચ્છે છે અને એટલે જ સ્મશાનની સંભાળ પણ રાખે છેભુવા ગામના સ્મશાનમાં સ્વ. ચંપાબેન મનસુખભાઈ ભાલાળાના સ્મરણાર્થે સ્મશાનને કલર કામ કરવાની કામગીરી કરવામાં આવી. આ સ્મશાનમાં કલર પેટે થતો તમામ ખર્ચ ભુપતભાઈ મનસુખભાઈ ભાલાળા તથા કમલેશભાઈ મનસુખભાઈ ભાલાળાએ  ભોગવેલ. આમ ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળા તો સુંદર, આકર્ષક અને સુસજ્જ છે પરંતુ ભુવા ગામનું સ્મશાન પણ લોકોના સહયોગથી રળિયામણું લાગે છે.. ધન્ય છે આ ગ્રામજનોને જે આવી સુંદર દ્રષ્ટિ પણ ધરાવે છે. લોકહિતમાં જ સર્વનું હિત સમાયેલું છે એ વાત પણ આ બાબત પરથી ફલિત થાય છે.

Follow Me:

Related Posts