સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તાર સાવરકુંડલા તાલુકા ગામડાઓ નો પ્રવાસ કરી ને લોકો સુધી પહોચીને વ્યક્તિગત લોકોના ઘરે જઈને લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળી ને તેમને વાચા આપવા માટે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી રહી છે. જેમાં ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, સતત આજે ત્રીજા દિવસે પ્રવાસ કરી રહ્યા છે જેમાં ઘાણલા,વણોટ, દાધીયા,હડીડા, નવા ગામ જાંબુડા, મઢડા, ડેડકડી, છાપરી, લીખાલા, તેમજ મેરિયાણા, રામગઢ, લુવારા, દોલતી, દેત્રડ, ભમ્મર, નવા ગોરડકા, ગોરડકા, અભરામપરા, મીતીયાળા, સાકારપરા, કૃષ્ણગઢ, ધજ્ડી ગામો ની મુલાકાત લેવામાં આવી હતી અને આ ગામો માંથી ગ્રામ જનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયેલ અને લોકો દ્વારા ધારાસભ્ય શ્રીને ગામડાઓમાંથી આવકારીને તેમની કામગીરી અને લોકો પ્રત્યેની હમદર્દી ને બિરદાવી હતી લોકો ના મુખે સંભળાય રહ્યું છે “ પ્રતાપભાઈ તમે લડ્યા અમારી માટે હવે અમે લડશું તમારા માટે” આમ પ્રતાપભાઈ દુધાત દ્વારા લોક ચાહના વધી રહી છે. અને સવારકુડલા મા પ્રથમ એવા ધારાસભ્ય છે કે જે લોકો ની સમક્ષ જઈને લોકોના પ્રશ્નો ને વાચા આપી રહ્યા છે.
સાવરકુંડલા તાલુકાના મત વિસ્તાર ના ગામો મા ગ્રામજનોની શુભેચ્છા મુલાકાત લઈને તેમના પ્રશ્નો સાંભળીને વાચા આપતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Recent Comments