સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓ અને ગઈકાલે ૩.૨ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આવાં ભૂકંપના કંપની લોકોમાં ગભરાટ જોવા મળેલ. આથી સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને એમની ટીમ મીતીયાળા ગામે આવેલ.
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટર શ્રી ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ અને સરકારી તંત્ર આ ઉપરાંત ગાંધીનગરથી ભૂકંપનાં વૈજ્ઞાનિક નિષ્ણાંત અધિકારીશ્રીઓ ગામ લોકોને સમજાવવા માટે કંપનની પ્રક્રિયા સમજાવવા માટે આવેલ. ગ્રામજનોને પ્રાથમિક શાળામાં એકઠા કરીને આખી ભુકંપ વિશેની માહિતી અને ગભરાટ દૂર કરવા માટેની આશ્વાસન અને સાચી માહિતીથી વાકેફ કરેલ છે.
Recent Comments