અમરેલી

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે ઈલેક્ટ્રીક સર્વિસ શોર્ટ સર્કિટ થવાને કારણે ભેંસ તથા પાડીનું કરુણ મોત.

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે પરસોત્તમભાઈ મધુભાઈ ખાતરણીની વાડીએ પીજીવીસીએલના સર્વિસ શોર્ટ સર્કિટ થવાને  કારણે આજુબાજુમાં તીખારા ઉડતા ખેતર માલિક પરસોત્તમભાઈને એક ભેંસ તેમજ પાડી તેમજ પોતાનું બળદગાડું તેમજ મોટરસાયકલ તેમજ ઘરવખરીનો સામાન પાણીની પાઇપલાઇન તેમજ  તેમજ પશુ માટે રાખેલ ચારો, ઘઉં તેમજ ચણા સંપૂર્ણ નષ્ટ થયેલ છે આશરે અઢીથી ત્રણ લાખની નુકસાની ભોગવવાનો વારો ખેડૂતનો આવેલ છે જ્યારે પીજીવીસીએલની કામગીરી ઉપર સદનસીબે માનવ જાતને નુકસાન નથી થયેલ પરંતુ મૂંગા જાનવરનું મોત થયેલ છે. તાત્કાલિક અસરથી સર્વે કરી ખેડૂતને યોગ્ય ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામેલ છે બનાવવાની જાણ થતાં મેરીયાણા ગામના સરપંચ ઘટના સ્થળે દોડી પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરવામાં આવેલ છે તેમજ સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને પણ આ બાબતે જાણ કરવામાં આવેલ છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Related Posts