સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળામાં ધોરણ સાત માં અભ્યાસ કરતા 61 વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યા.

સાંસદ, ધારાસભ્ય, પૂર્વ સરપંચ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ આપવામાં આવ્યા… શાળામાં વાઇફાઇ પણ ફ્રી…સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7ના બાળકોને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ટેબલેટસ અમેરિકન ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા તેમજ દાતા ભરતભાઈ દેસાઈ અને સમવિંદ વેન્ચર્સ નાં સહયોગથી આપવામાં આવેલ છે. આ સાથે શાળામાં STEM લેબ તથા બાળકો માટે 2022 થી વાઈફાઈ સુવિધા ફ્રી આપવામાં આવેલ છે. દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થી આ ડિજિટલ યુગમાં ખૂબ સારું ટેકનોલોજી ને લાગતું શિક્ષણ પણ મેળવી રહ્યા છે. આ તકે વાલીઓ દ્વારા તેમજ શાળા દ્વારા ભરતભાઈ દેસાઈ તેમજ AIF નો આભાર માનવામાં આવ્યો હતો.
મોટાઝીઝુડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7ના 61 વિદ્યાર્થીઓને અમરેલી જિલ્લાના સાંસદ નારાયણભાઈ કાછડીયા, સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, મોટા ઝીંઝુડા ગામના પૂર્વ સરપંચ ભાભલુભાઈ ખુમાણ, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પતિ ભીખાભાઇ ધોરાજીયા, શાળાના આચાર્ય અમૂલ ભાઈ, તલાટી મંત્રી હરદેવભાઈ પંડ્યા સહિતના સામાજિક, રાજકીય અગ્રણીઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments