ગ્રામજનોએ સરપંચ અને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનો આભાર વ્યક્ત કર્યો….સાવરકુંડલા તાલુકાનું છેવાડાનું ગામ મોટા ભમોદરામાં ૩૫ જેટલા પરિવારોએ મીટર લેવાની અરજી કરેલ હોઈ અને મીટર નાખતી બાબતે કોન્ટ્રાકટર દ્વારા ૪૨૦ જેટલા રૂપિયા ઘર દીઠ લેવાતા હોવાનું જાણવા મળતા જ સરપંચ ભાવેશભાઈ ખુટ અને કિસનભાઈ ખુમાણ દ્વારા ધારાસભ્ય અને સંસદ સભ્યને આ બાબતની જાણ કરતા આ બાબતે યોગ્ય કરવાહી કરી પીજીવીસીએલના અધિકારીઓ અને કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી ૩૫ પરિવારોને પૈસા પરત અપાવ્યા હતા આ સમગ્ર બાબતે ગ્રામજનોએ સરપંચ ભાવેશભાઈ અને કિશનભાઈ ખુમાણની પ્રશંસા કરી હતી સાથે સરપંચ દ્વારા ધારાસભ્ય અને સંસદ સભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ અરમાનભાઈ ધાનાણીની એક યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામના સરપંચ ભાવેશ ખૂટ અને અગ્રણી કિશનભાઈ ખુમાણની ધારદાર રજૂઆતથી ૩૫ જેટલા ગ્રામજનોને પીજીવીસીએલમાં મીટર લેવા માટે ભરેલ પૈસા પરત મળ્યા.

Recent Comments