અમરેલી

સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ખાતે આવેલ પાંચ પીરની જગ્યાએ પૂ. ભગતગીરી બાપુ દેવલોક પામતાં તેમની પાછળ સંતવાણી અને સોડસી ભંડારો યોજાશે.. 

સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ખાતે આવેલ જય ગીરનારી પાંચ પીર ચોરાશીના વાવટા તરીકે ઓળખ ધરાવતું પવિત્ર સ્થાન જ્યાં પાંચ પીર તેમજ કૈલાસપતિ મહાદેવના સાનિધ્યમાં સેવાકીય પ્રવૃત્તિઓ કાયમ ઉજાગર રાખનાર પૂ. ભગતગીરી બાપુ તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ દેવલોક પામેલ જેના ગુરૂ ધર્મદાસ બાપુની જગ્યામાં પૂ. ભગતગીરી બાપુ પાછળ સંતવાણી અને સોડસી ભંડારો રાખેલ છે

આ નિમિત્તે તારીખ ૨૬ મી જાન્યુઆરીના રોજ સંતવાણી કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં જનક વેગડ, (સંતવાણી) રણધીર વિછીયા (લોકસાહિત્ય કાર), ભગવતીબેન ગૌસ્વામી (ભજનીક), અંકીતાબેન સોની (ભજનીક) હરેશગીરી રૂપાવટી (ભજનીક) સંતવાણી યોજાશે તો ૨૭ જાન્યુઆરીના રોજ સોડસી ભંડારો તેમજ સાલવિધિ કરવામાં આવશે જેના દર્શનનો લાભ લેવા મહંત શ્રી આશુતોષ ગીરી બાપુ, દીપકગીરી નાગાબાવા તેમજ સમસ્ત જીંજુડા ગામના તમામ સેવકગણ દ્વારા વિનંતી સહ દર્શનનો લાભ લેવા નિમંત્રણ આપવામાં આવે છે.

Related Posts