fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ખાતે આગામી તારીખ 10 થી 12 પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં જુના અખાડા મહામંડલેશ્વર જયઅંબાગીરી પધારશે.

સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામ સમસ્ત દ્વારા આગામી તારીખ 10, 11 અને 12/02 ના રોજ નૂતન રામજી મંદિર ની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આતકે શ્રીપંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે મોટાઝીંઝુડા ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના ઉપપ્રમુખ અને પૂર્વસરપંચ ભાભલુભાઈ ખુમાણ, નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી.નિમાવત તથા ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી સંજયભાઈ ખુમાણ દ્વારા રાજસ્થળી ખાતે મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજી ને હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં આશિવર્ચન પાઠવવા ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ પાઠવી આશીર્વાદ મેળવ્યો હતા.

Follow Me:

Related Posts